ભીતરે વાંઝણુ રણ મળે તો લખુ,
ને હરણ ઝાંઝવા ને છળે તો લખુ.
એમનું એ સ્મરણ શ્વાસ માં ઓગળે,
આ હ્રદય કોઈ દિ’ ખળભળે તો લખુ.
આજ મારી ગઝલ સાંભળી ને પછી,
દાદમાં કોઈ પાંપણ ઢળે તો લખુ.
આપણે અર્થને પામવા ક્યાં હતાં ?
રક્તમાં શ્બ્દ તારા ભળે તો લખુ.
જિંદગી ઝેર જેવી બની ગઈ હવે,
વેદના સર્પ થઈ સળવળે તો લખુ.
‘ઈશ્ક’તું બેફિકર બોલજે આ ગઝલ,
આ બધા આજથી ટળવળે તો લખુ.
[છંદઃગાલગા ગાલગા ગાલગા ગાલગા]
– ‘ઈશ્ક’પાલનપુરી
ગઝલ સારી લખી છે. તુ તારે આગળ થાવા દે અમે બેઠા છીએ
Zordar Maja padi gai dost. Keep it up
આપની ગઝલ ખુબ ગમી,આ પુર્વે મે તમારી રચનાઓ વાંચી-માણી છે.હિરાના પથ્થરને ઘસાઇને કિંમતી બનવા જેવી જ વાત ગઝલના દાયરામાં છંદની છે.હુ માનુ છુ કે રૂપાળુ તો રૂપાળુ જ રહે છે;પણ છંદ વિના કવિતા “દિગંબર” તો લાગે જ!!-”આરોપી”
સરસ રચના…લખતા રહો.
ઘણૂ સરસ! સરળ છંદમા આટલો બધો ઊંડો ભાવ! ક્યા બાત હૈ!