ન પૂછો કે અમે શું કામ લખ્યું છે.
હથેળીમાં તમારું નામ લખ્યું છે.
કહે છે શાયરી જેને તું હોઠોથી,
અમેતો લાગણીનું ગામ લખ્યું છે.
સતત છે દોડવાનું,હાંફવાનું ને,
અહીં કોને કરમ આરામ લખ્યું છે.
નથી સંકોચ કે ડર આ જમાનાનો,
જે પણ લખ્યું અમે બેફામ લખ્યું છે.
સુરાલય છે હદયમાં આખેઆખું ને,
ગઝલમાં’ઈશ્ક’ઢળતું જામ લખ્યું છે.
[છંદઃલગાગાગા લગાગાગા લગાગાગા]
-’ઈશ્ક’પાલનપુરી
જો ગઝલની નીચે તમારું નામ ના લખ્યું હોય તો ‘બેફામ’ સાહેબની ગઝલ હોવાનો ભાસ થાય એવી સુંદર ગઝલ. છંદ અને બંધારણ પણ પાક્કા. અભિનંદન.
–’મન’ પાલનપુરી
sir…i m also poet,,,, bt i dont know about metwr……….i want to write poem in ” chhand ” …so wt should i do ? plz give me suggestion
સુરાલય છે હદયમાં આખેઆખું ને,
ગઝલમાં’ઈશ્ક’ઢળતું જામ લખ્યું છે.
ઋદયનું સુરાલય જ ગઝલમાં’ઈશ્ક’ઢળતું જામ લખાવે છે !અદભુદ.
saras ghazal che.hun paN Chandthi lakhava prayatn karu chu.mara blogma jai comment aapsho.
Sapana
નથી સંકોચ કે ડર આ જમાનાનો,
જે પણ લખ્યું અમે બેફામ લખ્યું છે.
bahu sarase
નથી સંકોચ કે ડર આ જમાનાનો,
જે પણ લખ્યું અમે બેફામ લખ્યું છે.
very nice gazal …….. !!
આફ્રિન!
સરસ ગઝલ. ‘લખ્યું’ – ગાગા માપમાં પણ નીખરે છે.
‘The name of yours is written in (my) palm’
&
‘We have written the village of Feelings’ -
Liked the Sanee Misaras.
Vijay Sevak