ગલીઓ, સિમાડા ને ઘર ઓળખે છે.
મને તો તમારું નગર ઓળખે છે.
પુકારે મહેફિલ મને દોસ્તોની,
વળી રાહ જોતી નજર ઓળખે છે.
કહોને હું એ છું સબંધી તમારો,
મને ક્યાં તમારાં વગર ઓળખે છે.
તમારે ખભો આપવાનો છે દોસ્તો,
કફન ઓળખે છે,કબર ઓળખે છે.
હું છું ‘ઈશ્ક’પાલનપુરી,ઓળખો છો?
મુસાફિર,શરદ ને અમર ઓળખે છે.
-’ઈશ્ક’પાલનપુરી
[છંદઃલગાગા લગાગા લગાગા લગાગા]
khub saras ghazal. aapani anya rachana o vachava ni ghani ichha chhe. lakhata raheso
તમારે ખભો આપવાનો છે દોસ્તો,
કફન ઓળખે છે,કબર ઓળખે છે.
bahu sarase
તમારે ખભો આપવાનો છે દોસ્તો,
કફન ઓળખે છે,કબર ઓળખે છે. Wah kya sher hai…maja aayaa.
આ ગઝલથી ઈશ્ક,તમારો પરિચય થયો મળવાનું થયું ખુબ આનંદ થયો…તમારી ગઝલ અને બ્લોગ ખુબ ગમ્યો…મુસાફિભાઈ લેસ્ટર આવ્યા ત્યારે સાથે મુશાયરામાં ગયા તેમનો સ્વ્ભાવ ખુબ જ સારો લાગ્યો..જેવુ કહે છે તેવું જીવનાર પ્રેમાળ માણસ છે..મારે તેમનો સંપર્ક કરવો છે…will meet again
તમારે ખભો આપવાનો છે દોસ્તો,
કફન ઓળખે છે,કબર ઓળખે છે.
kya baat hai …. !!
પુકારે મહેફિલ મને દોસ્તોની,
વળી રાહ જોતી નજર ઓળખે છે.
ઇશ્ક… તમારા બ્લોગ પર આજે પહેલી જ વાર આવ્યો છુ પણ બોસ… મજા આવી …
મઝાની ગઝલ! કાફિયાઓ નુ પ્રયોજન સુંદર રીતે થયુ છે. તખલ્લુસભર્યા મક્તા સાથે ગઝલની છટા વટ પાડે છે!
સરસ ગઝલ.
wahh..wahh…tamari rachana bahu bahu gamiiiiiiiiiii…..