ના વધુ સાચવે છે ના કમ સાચવે છે
મહોબત તણોએ ભરમ સાચવે છે
ગઝલ સાચવે છે નજમ સાચવે છે
મને જાનથી વધુ સનમ સાચવે છે
કરો વાત મારી તો ચીડાઈ જાશે,
સ્વભાવ હજુ પણ એ ગરમ સાચવે છે.
એ રીતે બધી યાદને સાચવી મે ,
અહીં જેમ વિધવા રકમ સાચવે છે.
કહીને મને બેવફા વાતવાતે ,
એ વર્ષો પુરાણી રસમ સાચવે છે.
હતો જ્યાં હૃદયમાં સદા વાસ એનો ,
હવે ‘ઇશ્ક’ દિલમાં જખમ સાચવે છે .

કહીને મને બેવફા વાતવાતે ,
એ વર્ષો પુરાણી રસમ સાચવે છે.
bahot khub…
કરો વાત મારી તો ચીડાઈ જાશે,
સ્વભાવ હજુ પણ એ ગરમ સાચવે છે.
saras gazal!
DEAR SUPERB YES ANE SACHAVAVNI AA REET AAMONE GHANI GAMI..!!!! GBU JSK SANATBHAI…( DADU FOR FB PPL..)
કહીને મને બેવફા વાતવાતે ,
એ વર્ષો પુરાણી રસમ સાચવે છે.
ખુબ સુંદર રચના!
એ રીતે બધી યાદને સાચવી મે ,
અહીં જેમ વિધવા રકમ સાચવે છે.
વાહ,વાહ. રમેશભાઈ . બહુ સરસ ગઝલ.
સાચવે છે ગઝલને જીવની જેમ જ એ,
શાયરનો સાચો ધરમ સાચવે છે.