અમે બેફામ લખ્યું છે.

ન પૂછો કે અમે શું કામ લખ્યું છે.
હથેળીમાં તમારું નામ લખ્યું છે.

કહે છે શાયરી જેને તું હોઠોથી,
અમેતો લાગણીનું ગામ લખ્યું છે.

સતત છે દોડવાનું,હાંફવાનું ને,
અહીં કોને કરમ આરામ લખ્યું છે.

નથી સંકોચ કે ડર આ જમાનાનો,
જે પણ લખ્યું અમે બેફામ લખ્યું છે.

સુરાલય છે હદયમાં આખેઆખું ને,
ગઝલમાં’ઈશ્ક’ઢળતું જામ લખ્યું છે.

[છંદઃલગાગાગા લગાગાગા લગાગાગા]
-‘ઈશ્ક’પાલનપુરી

Advertisements