મૌન થોડુંક તો બોલવું જોઇએ

મૌન થોડુંક તો બોલવું જોઇએ
હૈયુ ક્યારેક તો ખોલવું જોઇએ.

પ્રેમમાં તો જરા થોભવું જોઇએ
ઢાળ જોયા પછી દોડવું જોઇએ.

રાત પણ થાયતો ક્યાં ફિકર છે મને
પ્રેમથી કોઈતો રોકવું જોઈએ

એમનું ચાહવું પૂરતું ક્યાં મિત્રો,
રક્તમાં રક્ત થઈ દોડવું જોઈએ.

વાત કરવી હતી ‘ઈશ્ક’ને જાતથી,
કોઇતો એકલા છોડવું જોઈએ.

Advertisements

24 thoughts on “મૌન થોડુંક તો બોલવું જોઇએ

 1. Tejas Shah કહે છે:

  એમનું ચાહવું પૂરતું ક્યાં મિત્રો,
  રક્તમાં રક્ત થઈ દોડવું જોઈએ……મજાનો શેર છે. સરસ ગઝલ.

  મત્લાનો પહેલો મિસરો ગમી ગયો….. મૌન થોડુંક તો બોલવું જોઇએ……ક્યાં બાત હૈ!

 2. pragnaju કહે છે:

  મૌન થોડુંક તો બોલવું જોઇએ
  હૈયુ ક્યારેક તો ખોલવું જોઇએ.

  પ્રેમમાં તો જરા થોભવું જોઇએ
  ઢાળ જોયા પછી દોડવું જોઇએ.

  વાહ્-
  સરસ ગઝલ.

  આમેય કોણ મૌન રાખે છે?
  આ રીતે તો શબ્દ કરતા વધુ કહે છે!!

  કશુંક કહેવા મથતા હોઠો વચ્ચે
  શબ્દો મૌન બનીને સમાતા જાય છે…..
  બોલી નથી શકતા એ જયારે ,
  આંખોથી કૈંક હકીકત કહેતા જાય છે….
  ——————-
  એમનું ચાહવું પૂરતું ક્યાં મિત્રો,
  રક્તમાં રક્ત થઈ દોડવું જોઈએ.
  યાદ આવી
  રગોમેં દૌડતે ફીરને કે હમ નહીં કાયલ
  જબ આંખસે હી ના ટપકા તો લહુ ક્યા હૈ

 3. દક્ષેશ કોન્ટ્રાકટર કહે છે:

  મત્લાનો શેર સુંદર થયો છે.
  સામાન્ય રીતે પ્રથમ, બીજી અને ચોથી પંક્તિમાં રદીફ આવે એથી પ્રેમમાં તો જરા થોભવું જોઈએ – બદલશો તો ગઝલનો દેહ સુંદર થશે.
  ત્રીજા શેરમાં
  રાત પણ થાયતો ક્યાં ફિકર છે મને
  ને બદલે
  રાતની પણ ક્યાં ફિકર છે મને
  અથવા
  રાત થવાની ક્યાં ફિકર છે મને
  કરો તો કેવું ? …
  સૂચનોને હકારાત્મક-પોઝીટીવલી લેશો.
  સુંદર પ્રયાસ.

  • ઈશ્ક પાલનપુરી કહે છે:

   આભાર !દક્ષેશભાઇ
   દાદ અને સુચન બંન્ને માટે તમારી દરેક વાત પોઝીટીવ જ લીધી છે અને ભવિષ્યમાં પોઝીટીવ જ લેવામાં આવશે
   હવે વાત કરીએ તમારા સુચનની તો તમે જણાવ્યું તેમ
   સામાન્ય રીતે પ્રથમ, બીજી અને ચોથી પંક્તિમાં રદીફ આવે એથી પ્રેમમાં તો જરા થોભવું જોઈએ – બદલશો તો ગઝલનો દેહ સુંદર થશે.
   પરંતુ મને ધ્યાનમાં છે ત્યાં સુધી પ્રણાલીગત ગઝલમાં શરુઆતના બે કે તેથી વધું શેરમાં રદીફ કાફીયા નિભાવવાની પ્રથા હતી તો મને એ બરાબર લાગે છે

   તમારું બીજું સુચન આવકારું છું પરંતુ
   તેમાં છંદ જળવાતો નથી હું તમારી પંક્તીને ધ્યાનમાં રાખીને સુધારો કરવા પ્રયત્ન કરીશ

 4. manhar m.mody ('મન' પાલનપુરી) કહે છે:

  બહુ ઉમદા વિચારો.

  મૌન થોડુંક તો બોલવું જોઇએ
  હૈયુ ક્યારેક તો ખોલવું જોઇએ.

  પ્રેમમાં તો જરા થોભવું જોઇએ
  ઢાળ જોયા પછી દોડવું જોઇએ.

  કેટલી વાસ્તવિક વાત કેવી સરળતાથી કહેવાઈ છે !!!

  • ઈશ્ક પાલનપુરી કહે છે:

   આભાર કીર્તીભાઈ !
   તમારું સુચન આવકારું છું
   તમે જણાવ્યું એમ
   દોસ્ત ના ચાહવું પૂરતું એમનું………. છંદ જળવાશે.
   એના બદલે આ રીતે કરું તો
   દોસ્ત!ક્યાં ચાહવું પૂરતું એમનું
   રકતમાં રકત થઈ દોડવું જોઈએ.

   કેમ બરાબર ને?

 5. narendrajagtap કહે છે:

  વ્હાલા ઇશ્ક..આમ તો તમે છંદમા પાકા છો છતાં મિત્રોએ જણાવેલ સુચન આવકાર્ય સમજશો.. પ્રેમથી કોઇતો ,3 જા શેર માં કોઇએ રોકવું જોઇએ એમ કરોતો ?અને હા મૌન વિષે લખાયેલી ઘણી ગઝલો માં એક સારી ગઝલ નો ઉમેરો થયો હાર્દિક અભિનન્દન

 6. jagadishchristian કહે છે:

  મૌન થોડુંક તો બોલવું જોઇએ
  હૈયુ ક્યારેક તો ખોલવું જોઇએ.

  સરસ મતલો છે. મારો પ્રતિભાવ એક શેર સ્વરૂપે.

  હૈયુ ખોલી જરા ઝાંખવું જોઇએ
  તાળુ એ મૌનનું ખોલવું જોઇએ

 7. Dilip Gajjar કહે છે:

  રાત પણ થાયતો ક્યાં ફિકર છે મને
  પ્રેમથી કોઈતો રોકવું જોઈએ
  વાહ ..ખુબ સરસ..ઈશ્ક.મજા આવિ ગઈ..આખી ગઝલ ગમી મને તો..સમય જોઇ કૈ પ્રેમ થાય નહિ ભાવ ન વધે..ઝૂલણાં છન્દ ખુબ જામ્યો..

 8. Rabari કહે છે:

  bhai mein tamne ek email karel che pan tamaro koi javab naa malta aa jagya uchit che tamare sathe contact karva maate …mare email id comment maa joye ne mane email karjo…. hu tamne aapne rabarisamaj ne site maa lakhva maate aamntran aapu chu ane tame haa pado etle tamare id banave aapu… aapna email ne raah joyes..

 9. હેતલ પીઠડીયા કહે છે:

  વાહ !!!!!!!!

  ખુબ સરસ લખો છો.

  આપની દરેક રચના ખુબ સુંદર છે.

  અમે એક ગુજરાતી “જીવન – ઉત્સવ “સામયિક દર મહિને પ્રકાશિત કરીએ છીએ તેમા ઘણા બધા article નો સમાવેશ કરવામાં આવ્યો છે. અને એક column શબ્દ ની સરવાણી નામ થી પ્રકાશિત થાય છે. જેમા અમે જે – તે વ્યક્તિઓ ની સ્વ-રચિત રચનાઓનો સમાવેશ કરીએ છીએ.

  -હેતલ પીઠડીયા
  **********************************

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s