બ્લોગ વિષે

(1)વેલેન્ટાઈન ડૅ ના આગળ ના દિવસે મને થયુ કે આ વેલેન્ટાઈન ડૅ ના દિવસે મીત્રો ને કંઈક ભેટ આપવી છે એ વિચારે જ આ બ્લોગ નો જન્મ થયો છે.જેમા મારી સ્વરચનાઓ નો શમાવેશ કરેલ છે

                                                                                 ઈશ્ક’પાલનપુરી

(2) બ્લોગ જગતમાં પ્રવેશ કર્યા પછી મારાબ્લોગ વિષે વધુ બે શબ્દો

સુજ્ઞ,
વાચકશ્રી,
કુશળ હશો,
આપશ્રી એ મારાબ્લોગની મુલાકાત લીધી તેમજ મારી રચનાઓ વાંચી એ બદલ ખુબ ખુબ આભાર.
હુ નવોદિત છુ તે સહર્ષ સ્વીકારુ છું તેમજ બ્લોગ થકી મારી લાગણીઓ આપની સમક્ષ મૂકી રહ્યો છુ.આ મારો સાહિત્ય સમીપ જવાનો,સાહિત્ય જીવવાનો,તેમજ સાહિત્ય શીખવાનો પ્રયાસ છે.વધુ માં છંદવિનાની રચનાઓને સાહિત્યજગતના વિશાળ ફલક ઉપર મુકી ના શકાય એને ફક્ત અંગત ડાયરીની શોભા વધારવા માટે નકલી આભુષણ તરીકે વાપરી શકાય. આ વાત સાથે હું સંમત છું,પરંતુ અમારા જેવા નવોદિત કવિઓની આકાંક્ષા એટલીજ કે મઠાર્યા વિનાની અને અધકચરી એવી અમારી રચનાઓને આપ જેવા તજજ્ઞ વાંચે અને અમારી ભૂલોથી અમને અવગત કરાવે, સાહિત્યની સાચી સમજ આપીને અમને સાહિત્યના સાચા રસ્તે દોરે કે જેથી કરીને અમારા જેવા નવોદિત કવિઓને ,સુકોમળ એવી શબ્દદેવી ના સાચા અર્થને સમજવાનો,એને પામવાનો, અને ગઝલ જ્ઞાનના અગાધ સાગરમા ઊંડા ઊતરવાનો અવસર મળી રહે….મારા આ પ્રર્યાસ થી સાહિત્યને કોઈ જગ્યાએ હાની પહોચી હોય તેમજ તજજ્ઞોને સાહિત્યની કુસેવા લાગી હોય તો ક્ષમાપાર્થી છુ.નવોદિત ગણી મને માફ કરશો જ એવી મને ખાતરી છે. આ રીતે અવાર-નવાર અમને મર્ગદર્શન આપતા રહેશો તો અમને ગમશે.ક્યારેક વિનાસંકોચે ટકોરશો તો વધુ ગમશે
ગઝલના છંદ(પિંગળ) શિખવાની ઉત્કંઠ ઈચ્છા સાથે
આપનો
‘ઈશ્ક’પાલનપુરી
૦૩/૦૪/૨૦૦૮

Advertisements

17 thoughts on “બ્લોગ વિષે

 1. વિવેક ટેલર કહે છે:

  આપનો બ્લૉગ જોયો… ઘણીખરી રચનાઓ વાંચી ગયો.. કવિતામાં ભાવની અભિવ્યક્તિ સુપેરે વ્યક્ત થાય છે પણ ગઝલમાં છંદની અનિવાર્યતા સમજી શકાય તોજ આ આખા કામનો અર્થ સરે… છંદ-રદીફ-કાફિયા વિનાની ગઝલો અંગત ડાયરીનો ઉંબરો વળોટી સાહિત્યના ચોરે જઈ બેસી ન શકે…

  શુભેચ્છાઓ…

 2. arvindadalja કહે છે:

  ભાઈશ્રી, ‘ઈશ્ક’
  દવાનો ધંધો કરતા કરતા અને ફાર્મસીનો અભ્યાસ કરી ગઝલ લખવા લાગ્યા અને બ્લોગ બનાવી બ્લોગરને મુગ્ધ કરી રહ્યા છો તે જાણી ખૂબજ આનંદ થયો. મને કાવ્યોમાં કે ગઝલોમાં ઝાઝી જાણકારી નથી પણ વાંચતા આનંદ આવે છે અને ક્યારેક આપણાં ભાવો ઉત્કટ રીતે વ્યકત થતા જોવામાં આવતા હોઈ વાંચતો રહું છું. આપનું બ્લોગ જગતમાં હાર્દિક સ્વાગત સાથે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
  આપની જેમજ મેં પણ મારો બ્લોગ બનાવી લખવાનું શરૂ કર્યુ છે આપ આપની અનૂકુળતાએ જરૂર મુલાકાત લેશો અને પ્રતિભાવો પણ મોકલશો જે મને વધુ પ્રોત્સાહિત કરશે.આભાર અને અભિનંદન.
  મારા બ્લોગની લીંક htt://arvindadalja.wordpress.com

  સ-સ્નેહ
  અરવિંદ

 3. Govind Maru કહે છે:

  સાહીત્ય સમીપ જવાનો, જીવવાનો તેમજ સાહિત્ય શીખવાનો આપનો પ્રયાસ સફળ રહે એવી મારી હાર્દીક ઈચ્છા છે.
  ધન્યવાદ.
  ગોવીન્દ મારુ

 4. પ્રવિણ કે.શ્રીમાળી કહે છે:

  તમારો પરીચય જાણીને આનંદ થયો. અને તેમાં પણ તમે અમારી બાજુ પાલનપુરના!..મેં પોતે પાલનપુરમાં જ કોલેજ કરી છે. તેથી પાલનપુર સાથે જૂનો નાતો…ખેર, તમારી આ કલમ ની સર્જનયાત્રા અવિરત ચાલતિ રહે અને અમને સરસ અને સુંદર રચનાઓ આપ સદા આપતા રહો, તેવી અંતરની શુભેચ્છા!!

 5. vkvora, Atheist, Rationalist કહે છે:

  આપનો બ્લોગ તથા બ્લોગ ઉપરની રચનાઓ તથા આપની માહીતી ઉપર જેમણે પોતાની કોમેન્ટ લખી છે એ બધામાં મારો પણ સાથ છે એ માટે આ કોમેન્ટ અહીં લખી છે.. ભલુ થાજો આ ઈન્ટરનેટ અને દુનીયાના ખુંણે ખાંચરેથી બ્લોગવાળાનું કે જેમણે ગુજરાતીનો પ્રચાર પ્રસાર કરી મીત્રો બનાવ્યા.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s