રબારણ નુ ગીત

તારા વિના કેમ કરી ફાવશે,રબારણ?,
દિલ ને સાવ સુનુ સુનુ લાગશે,રબારણ.

જોયા નેદિવસો નહિ જાણે સદિઓ થઈ,
રાહ જોવુ તારી રંગ -રસીયો થઈ.
કહે ને દોસ્ત તુ ક્યારે આવશે રબારણ?
દિલ ને સાવ સુનુ સુનુ લાગશે રબારણ.

સાંજ ના સુમારે ગાયો ભાંભરશે,
દોસ્ત, અચાનક મને તુ  સાંભરશે.
આ,અબોલનીકોણખબરકાઢશેરબારણ?,
દિલ ને સાવ સુનુ સુનુ લાગશે રબારણ.

મને તારી ઓઢ્યા કોર ના સમ છે,
 અહિંયા સનમ બધુજ હેમખેમ  છે.
બસ ‘ઈશ્ક’ને તારી કમી સાલશે રબારણ,
દિલને સાવ સુનુ સુનુ લાગશે રબારણ.  

          -‘ઈશ્ક’પાલનપુરી

Advertisements