રાત કરી છે

તમારી હા માં હા મીલાવી છે અમે એ હદ સુધી,
તમારા કહેવાથી રાતનો દિવસ ‘ને દિવસ ની રાત કરી છે.

તમો ને ગમતો હશે સંગાથ મારો કે હશે બીજુ કારણ,
સવારથી કહો છો જાઉછુ જાઉ છુ પણ રાત કરી છે

 -‘ઈશ્ક’પાલનપુરી

Advertisements

તારા વિરહમાં

ના જાણે,કેટલીય રાતો જાગ્યો છુ ,તારા વિરહમાં.
જમાના ને સાવ પાગલ લાગ્યો છુ, તારા વિરહમાં.

ખબર-અંતર ક્યાં પુછ્યા’તા તમે જુદા થયા પછી,
આ’તો હુ ગઝલ વડે સચવાયો છુ,તારા વિરહમાં.

                                – ‘ઈશ્ક’પાલનપુરી